24 August, 2011

બહુરૂપીનાં બે આદિવાસી રૂપ / Two Nomads Playing Roles of Adivasis (17 Pictures & Text)

जंगलों का राजा, पहाड़ों का राजकुमार, सांवलिया भील है नाम मेरा|
1
2
3
4
5
6

हाथी को पछाड़ा, चित्ते को चीर डाला, घोड़े को दौड़ाया, कालिया भील कहते है मुझे|
7
8
9
10
11
12
13
14
15
16
17

સાંવલિયા ભીલના રૂપમાં છે બોની  બહુરૂપી ને કાલિયા ભીલના રૂપમાં છે લાલાભાઈ (કાળા વસ્ત્રમાં). બંને સગા ભાઈ છે, પોતાની જાતિવિશેષ પરંપરાને દાદા ને પિતા પાસેથી શીખીને જાળવી રહ્યા છે. વડાલીના બજારમાં દર વર્ષે તેઓ સળંગ દસ દિવસ, દિવસમાં વધારો-ઘટાડો ખરો, અલગ અલગ રૂપ લઈને દુકાને દુકાને ફરતા હોય છે. પરમ્પરા મુજબ તો એક રૂપ (વેશ) એક અઠવાડિયું ભજવવાનું હોય એટલે ૫૨ વેશ એક વર્ષમાં પૂરા કરવાના હોય, આજે સમય બદલાયો છે એટલે એક વેશ એક દિવસ માટે કીશનલાલનો  પરિવાર ભજવે છે. વળી, વેશભૂષા ખર્ચાળ પણ ઘણી. આ અગાઉની પોસ્ટ "ગાંડીના રૂપ"માં કિશનલાલ બહુરૂપી હતા, તે કિશનલાલ બોની ને લાલાભાઈના પિતા. કિશનલાલે દસ દિવસના ભાગરૂપે જ ગાંડીનું રૂપ લીધું હતું. કિશનલાલ તો એક દિવસ આવે છે બાકીના નવ દિવસ બોની ને લાલભાઈ જુદા જુદા વેશ ધારણ કરે છે.  એક દિવસ હનુમાન તો એક દિવસ રબારી, ક્યારેક ટીટી તો ક્યારેક મદારી, તો કોઈએક દિવસ રાવણ એવાં અલગ રૂપ ધારણ કરતા હોય છે. નવ દિવસ માત્ર રૂપ ધારણ કરવાનાં ને લોકોનું મનોરંજન કરવાનું. નવ દિવસ સુધી એક પણ રૂપિયો લેવાનો નહિ, દસમાં દિવસે નગરશેઠનું રૂપ લઈ દુકાનમાલિકો પાસેથી પૈસા લેવાના, લેતી વખતે રકઝક પણ કરવાની, આ ઉઘરાણી ચાર પાંચ દિવસ પણ ચાલે, પણ રોજ નાગરશેઠનું રૂપ નહિ લેવાનું. આખા (બધા) દિવસના થાકને અંતે હાથ પર આવતી અંદાજિત રકમની મને જાણ  છે, પણ વચનથી બંધાયેલો છું, એટલે નહિ કહું. છેલ્લે એટલું જરૂર કહીશ કે ભારતની સામાજિક વ્યવસ્થાએ ઊભી કરેલી મોટાભાગની પરંપરાઓ ઘણીવાર આપણને અને ઘણીવાર પરંપરા વેંઢારનારાઓને શરમમાં કે લાચારીમાં કે લઘુતાગ્રંથિમાં મૂકતી હોય છે.
(સરનામું :  બોની બહુરૂપી, પાંચ હાટડિયો, બ્રાહ્મણની વાડી પાસે, રાજમહેલ રોડ, ઇડર, જિલ્લો : સાબરકાંઠા. 
Mobile: +9196623-19487)