18 May, 2009

એ. પી. એલ અને બી. પી. એલ. વચ્ચેની ભાગ્યરેખા / The ãdivãsi Fishermen (13 Pictures & Text)

1

ઊકાઇ ડૅમ બન્યો, એનો લાભ મળ્યો, પણ રહી ગયો સ્થાનિક આદિવાસી સમાજ, ચાર ચાર દાયકા વીતવા આવ્યા પછી પણ અહનો આદિવાસી સમાજ અભાવના સૂકાભઠ્ઠ ઘૂંટડા ગળી રહ્યો છે. એકસમયના જમીનમાલિકોમાંથી લગભગ ‘પચાસ ટકાથી સિત્તેર ટકા’ આદિવાસી શેરડીકામદારો છે, ઘણા ખેતમજૂરો છે, તો કેટલાક માછીમારો છે. તેમાંય માછીમારોની તકલીફોમાં હવે તો ધરખમ વધારો થઇ ગયો છે અને થઇ રહ્યો છે. માછીમારી માટે ડૅમનો અમુક જળવિસ્તાર છેલ્લા એકાદ વર્ષથી કાૅન્ટ્રેકટ પર આપી દેવામાં આવ્યો છે. કાૅન્ટ્રેકટરને માછીમારી માટે ‘સીઝન પ્રમાણે કે ચાર મહિનાના કે આઠ મહિનાના દસ હજાર કે પંદર હજાર કે પચ્ચીસ હજાર’ આપવાના કહે છે. આનું પરિણામ એ આવ્યું કે માંડમાંડ બે ટંકનું રળી ખાતા માછીમારોમાંથી મોટાભાગના આજે શેરડીકામદારો બન્યા છે, બની રહ્યા છે. આ વિસ્તારના શેરડીકામદારોના વસમા જીવનથી આપણે કંઇક અંશે પરિચિત છીએ એટલે એમાં પડવું નથી. વળી, આમતેમ કરીને પૈસા ભરવા છતાં પણ માછીમારીથી તેમનાં જીવનમાં કંઇ સુધારો નથી આવ્યો. માછીમારો અને સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે, ડૅમમાં દર વરસે માછલીઓ નખાતી નથી અને નખાય છે તો તેનું પ્રમાણ ઘણું ઓછું છે. હવે એના વિશે વધુ તો કંઇ કહેવું નથી, પણ તાપી જિલ્લાના નિઝર તાલુકાનાં હાથનૂર તેમ જ આજુબાજનાં ગામોના કેટલાક માછીમારોની માછીમારી કરતી ૧૨ અને કામ આટોપીને ઘરે જતા માછીમારોની ૨, એમ કુલ ૧૪ તસવીરો છે, આ તસવીરોમાંથી માછીમારોનાં વ્યવસાયિક જીવનનો કંઇક અણસાર મળી રહેશે. આ તસવીરોનો હેતુ એટલો જ કે, એ. પી. એલ. (અબોવ પાવર્ટી લાઇન) અને બી. પી. એલ. (બિલો પાવર્ટી લાઇન) વચ્ચે રહેલી પાતળી રેખાને અહના ગરીબ આદિવાસીઓની ભાગ્યરેખા માની ચાલતા ‘આગવા ગુજરાત’નું કે ‘ર્સ્વિણમ ગુજરાત’નું ધ્યાન તેમના તરફ, જવાબદારી હોવા છતાં ગયું નથી કે જવાનું નથી, પણ આપણે તો એક નજર નાખીએ. અલબત્ત, તસવીરોમાં આવું કંઇ સ્પષ્ટ નથી, પણ અસ્પષ્ટતાઓમાંથી કેટલીક સ્પષ્ટતાઓ થવાની શકયતાઓ પર પૂરેપૂરા વિશ્વાસ સાથે. (કુલ ૧૪ તસ્વીર)
 2
 3
 4
 5
 6
 7
 8
 9
 10
 11
 12
 13